ડિજીટલ ભાવેણા શું છે ?
એકદમ સરળ ભાષામાં કહીએ તો ડિજીટલ ભાવેણા એક નામ (બ્રાન્ડ નું નામ) પરંતુ જો ડિજીટલ ભાવેણા નો અર્થ સમજીએ તો એ હ્દય સ્પર્શી છે.
ભાવેણા એટલે ભાવનગર અને ભાવેણા નામનો જ ઉપયોગ કરવાનું પણ એક મહત્વ છે જેની ચર્ચા ફરી ક્યારેક કરીશું.
ડિજીટલ નો અર્થ છે જે તમારી સામે પ્રત્યક્ષ નથી પરંતુ તેમ છતાં પણ તેમની ઉપસ્થિતિ નો પુર્ણ અનુભવ કરાવવો અથવા કહીંએ કે તેમના વિશે ની સંપૂર્ણ માહિતી તમારી સામે હોવી.
ડિજીટલ ભાવેણા અન્ય કરતાં વિશેષ શું કરે છે?
ભારતમાં અનેક પ્લેટફોર્મ છે જે આવું કામ કરે છે પરંતુ ડિજીટલ ભાવેણા આ બધાંથી એકદમ અલગ છે. ડિજીટલ ભાવેણા એક એવું માધ્યમ છે જ્યાં તમારા કામની જાહેર તમારા બજેટથી નક્કી કરવામાં આવતી નથી. ડિજીટલ ભાવેણા લોકલ માર્કેટિંગ પ્લેટફોર્મ એ ખાસ કરીને નાના તેમજ મધ્યમ વર્ગના વ્યવસાયકારો માટે ખૂબ જ ઉપયોગી છે સાથે સાથે શિક્ષીત કે અશિક્ષિત બેરોજગાર માટે પણ એટલું જ મહત્વનું છે.
ડિજીટલ ભાવેણા એકમાત્ર લોકલ માર્કેટિંગ પ્લેટફોર્મ છે.
અમારી ટીમે જે શોધખોળ અને એનાલીસીસ કર્યું છે તેનાં આધારે એમ કહી શકાય કે ભારતમાં એક માત્ર એવું લોકલ માર્કેટિંગ પ્લેટફોર્મ છે જે મંજુર, કડિયા, દરજી, મિસ્ત્રી, પ્લમ્બર, વાણંદ, ઈલેકટ્રીશન, પેઈન્ટર, જોબ વર્ક, સાઈકલ સ્ટોર, વાહન મિકેનિકલ, તેમજ અન્ય પ્રકારના નાના અને મધ્યમ વર્ગના વ્યવસાયકારોની જાહેર કરે છે અને એ પણ કોઈપણ પ્રકારના ચાર્જ વગર તદ્દન ફ્રી માં.
ડિજીટલ ભાવેણા પરિવાર સાથે જોડાવાથી શું લાભ થશે?
જ્યારે તમે તમારા વ્યવસાય ને વધારવા માટે તમે ડિજીટલ ભાવેણા પરિવાર સાથે જોડાવાનો એક મોટો નિર્ણય લઈ રહ્યા છો ત્યારે અમારી પણ જવાબદારી બની જાય છે, કે ડિજીટલ ભાવેણા પરિવાર તમારા વ્યવસાય ને વધારવા માટે યોગ્ય પ્રયત્ન કરે અને તેનું સફળ પરિણામ મળે તેવાં પ્રયત્નો કરે.
ડિજીટલ ભાવેણા પરિવાર સાથે કોણ કોણ જોડાઈ શકે?
આમ તો આપણે આગળ જણાવ્યું તેમ આપણે ખાસ નાનાં, મધ્યમ વર્ગના વ્યવસાય કારોને મહત્વ આપીએ છીએ. તેમજ શિક્ષિત તેમ જ અશિક્ષિત બેરોજગાર ને રોજગાર પહોંચાડવાનું કામ કરીએ છીએ. માટે એમ કહીએ કે ડિજીટલ ભાવેણા લોકલ માર્કેટિંગ પ્લેટફોર્મ દરેક માટે સમાન દ્રષ્ટિકોણ રાખે છે અને દરેક ને સમાન અવસર આપે છે. ડિજીટલ ભાવેણા સાથે દરેક વ્યક્તિ જોડાઈ શકે છે તો તમે પણ આજે જ રજીસ્ટ્રેશન કરો.
ડિજીટલ ભાવેણા પરિવાર સાથે કેવી રીતે જોડાવું?
જો તમે સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કરો છો તો તમારે માટે એ વ્યવસ્થા આંગળીનાં ટેરવે છે. પરંતુ જો તમે સ્માર્ટ ફોન નો ઉપયોગ કરતાં નથી તો પણ તમે ડિજીટલ ભાવેણા પરિવાર સાથે સરળતાથી જોડાય શકો છો. જેનાં માટે એક વિડીયો પણ અહીં નિચે તમને માર્ગદર્શન આપશે. તેમ છતાં પણ જો આપને કોઈ સમસ્યા હોય કે કોઈ અગવડતા આવતી હોય તો તમે અહીં ક્લિક કરી અમને ઈમેલ પણ કરી શકો છો. વોટ્સએપ મેસેજ દ્વારા પણ સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન મેળવી શકો છો તેમજ વેબસાઇટ પર એકદમ નિચે તમારી ડાબી બાજુએ chat પર ક્લિક કરો અને તમારી સમસ્યાનું વર્ણન કરો. અમારી ટીમ તમારૂં યોગ્ય માર્ગદર્શન કરશે.